15 મી ઓગસ્ટ 2021 રાષ્ટ્રીય તહેવાર સાળંગપુર ધામ
। ૐ હનુમંતે ભય ભંજનાય સુખમ કુરુ ફટ્ સ્વાહા ।
બોડેલી થી સાળંગપુર નો અમારો પ્રવાસ 14 તારીખે હે સાંજના પાંચ વાગ્યે ગુજરાત એસ.ટી બસ માં શરૂ થયો જેમાં હું અને મારા મિત્ર શર્માજી તેમના કઝિન કુલ ૫ ૫ મિત્રોએ સાથે પ્રવાસ શરૂ કર્યો મારા મિત્ર શર્માજીએ તેમના કઝિન મારફતે ઓનલાઇન ટિકિટ બુક કરાવી હતી તેમજ સાળંગપુર ધામ મા રાત્રી રોકાણની પણ સગવડ શર્માજીએ તેમના મિત્ર દ્વારા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મા પ્રવાસીઓના ઉતારા માટે ની વ્યવસ્થા જમવાની સુવિધા ત્યાં ધર્મશાળામાં અમારા પાંચ જણા ની પણ વ્યવસ્થા શર્માજી ના અન્ય મિત્ર દ્વારા ફોન પર થઈ ગઈ હતી તેની ધર્મશાળામાં રહેવા અને જમવાની વિનામૂલ્યે ખુબ સરસ સગવડ હતી અમે સૌ બોડેલી થી સાળંગપુર જવા છોટાઉદેપુર થી સાવરકુંડલા વાયા સાળંગપુર બસમાં મુસાફરી શરૂ કરી રાત્રિના આશરે એક વાગ્યાના સુમારે અમે સાળંગપુર દાદા ના ધામમાં પહોંચ્યા જ્યાં ગેટ માં પ્રવેશતાની સાથે જ પહેલો જ અનુભવ એવો થયો કે અમારી સાથે અન્ય મુસાફરો પણ દર્શનાર્થીઓ પણ હતા જેમણે અગાઉથી કોઈ ધર્મશાળામાં બુકિંગ કે રહેવાની વ્યવસ્થા કરાવી ન હતી તેઓ કેટલાક બગીચામાં તો કેટલાક શ્રદ્ધાળુઓ ધરમ શાળાની બેઝમેન્ટમાં પોતાનું સ્થાન લઈ ચૂક્યા હતા અને અન્ય યાત્રાળુ આવવાનું ચાલુ હતું અહીં શ્રાવણ માસમાં ખૂબ જ ભીડ માં શ્રદ્ધાળુઓ દાદાના દર્શનાર્થે આવે છે આ દ્રશ્ય નિહાળી અમે સૌ શર્માજી ના મિત્રોનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો જેમણે મારા પાસેની રહેવાની સગવડ કરાવી આપી હતી અમે સર્વે ઉતારું ઓફિસમાંથી રૂમની ચાવી લઇ તમારા સ્થાને પહોંચી ગયા મુસાફરીમાં થાક્યા હોવાથી સારી એવી ઊંઘ બધાએ લીધી હતી સવારે 15 મી ઓગસ્ટ અને દાદાના દર્શન શ્રી કષ્ટભંજન દેવ અમે સૌ દર્શન અને મંગળા આરતી માટે વહેલા ઊઠીને તૈયાર થઈ ગયા દાદાના સરસ દર્શન પણ થયા ત્યારબાદ લગભગ આઠ વાગ્યાના ગાળામાં રાધે રાધે નામની એનજીઓ ના એક સભ્ય સાથે અમારી મુલાકાત થઈ તેમણે અમને બેનર વાંચવા કહ્યું અને જણાવ્યું કે અમે અહીં વિશ્વનું સૌથી મોટો નેશનલ ફ્લેગ આપણો તિરંગો ઝંડો રહેવાના છીએ જેની લંબાઇ ૧૫૫૧ ફૂટ અને પહોળાઈ ૧૦ફુટ છે જે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દરજ પણ છે દર પંદરમી ઓગસ્ટ અમે વિવિધ યાત્રાધામો maje આ ધ્વજ ફર્ક આવીએ છીએ જેમાં ૫૦૦થી ૧૦૦૦ વ્યક્તિઓની જરૂર પડે છે રાષ્ટ્રીય ધ્વજ છે એટલે તેનું સન્માન સંવિધાન પ્રમાણે જરૂરી છે જે નમે પાલન કરીએ છીએ ધ્વજને નીચે મુકતા નથી. હા ભાઈ ની વાત સાંભળી હંમેશા આશ્ચર્ય થઈ ગયા અને વધારે જાણવાની અને જોવાની ઉત્સુકતા જાગી આ રાધે રાધે સંસ્થા ગાંધીનગર મા આવેલી છે સેવાના કાર્યો પણ કરે છે જે આનંદની વાત છે આપણો ભારત દેશ મહાન એટલે જ કહેવાય છે અને કોઈ દેશો માટે આવી ઓળખ ઉપાધિ આપી નથી જે આપણા દેશ માટે છે આ ઘટનાના અમુક દ્રશ્ય અમે મોબાઇલમાં પણ વિડિયો કાપી કરેલ છે જે મારી youtube ચેનલ પર મુકેલા છે ખરેખર આ સંસ્થાના સભ્યો ધન્યવાદ ને પાત્ર છે જેમણે આપણા રાષ્ટ્રધ્વજ તિરંગાની આન બાન અને શાન ને વિશ્વ સ્તરે આબી છે પહોંચાડી છે.
સાળંગપુર ગામ દાદા નુ ધામ બોટાદ તાલુકો ભાવનગર અને રાષ્ટ્રીય તહેવાર આ બધું જોઈ ઈતિહાસમાં થઈ ચૂકેલી બની ચૂકેલી રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડે તેઓ એક કિસ્સો મને યાદ આવ્યો ભાવનગર ના રાજા કૃષ્ણકાંત સિંહજી તેમના બલિદાન અને દેશસેવાના કાર્યને વંદન છે
દેશ જે દિવસે "આઝાદ" થયો ત્યારે પહેલી "સહી" "ભાવનગરના મહારાજા"એ કરી. ગાંધીજી પણ એક "ક્ષણ" માટે "સ્તબ્ધ" થઈ ગયેલા. "૧૮૦૦ પાદર - ગામ" "સૌથી પહેલા આપનારા" એ "ભાવનગરના "મહારાજા કૃષ્ણકુમારસિંહજી."
"ભાવનગર મહારાજે" વલ્લભભાઈ પટેલને પૂછ્યું , વલ્લભભાઈ મને "પાંચ મિનીટ"નો સમય આપશો?
"વલ્લભભાઈ"એ "મહારાજા"ને કહ્યું કે, "પાંચ મિનીટ" નહીં "બાપુ", તમે કહો એટલો સમય આપું.
ભાવનગર "મહારાજે" વલ્લભભાઈને વાત કરી કે, આ "રાજ" તો "મારા બાપ"નું છે, "મારું" છે. "સહી" કરું એટલી વાર છે. દેશ આઝાદ થઈ જશે, પણ "મહારાણી"નો જે "કરિયાવર" આવ્યો છે એનો "હું માલિક" નથી. મારે "મહારાણી"ને પુછાવવું છે કે એ "સંપત્તિ"નું શું કરવું?
એક માણસ "મહારાણી"ને પૂછવા ગયો.
માણસે "મહારાણી"ને કહ્યું કે, "મહારાજ" સાહેબે પૂછાવ્યું છે કે પોતે સહી કરે એટલી વાર છે, "રજવાડાં" ખતમ થશે, "દેશ આઝાદ" થશે, પણ તમારા "દાયજા"નું શું કરવું ?
ત્યારે "ગોહિલવાડ"ની આ "રાણી" એ જવાબ આપ્યો કે, "મહારાજ"ને કહી દો કે આખો "હાથી" જતો હોય ત્યારે એનો "શણગાર" ઉતારવાનો "ના" હોય, "હાથી "શણગાર" સમેત આપો તો જ સારો લાગે.
આરપાર : દેશ આઝાદ થઈ ગયો પછી મહારાજા "કૃષ્ણકુમારસિંહજી" એ મદ્રાસનું "ગવર્નર" પદ શોભાવ્યું, અને એ પણ "૧" રૂપિયાના "માનદ વેતન"ની શરતે."
ઘણી વખત વિચાર આવે છે કે કેવા લોકો પાસે થી આપણે સત્તા, સંપતિ છોડાવી અને કેવા લોકો ના હાથ માં સોપી દીધી...!!!!
આશિષ ઇતિહાસ આ છે આપણા દેશના સૂર્વીરોની ગાથાને સલામ છે જેમને હંમેશા યાદ કરી સન્માન આપવાનું સૌને મન થાય
છે જય હિન્દ જય ભારત
Proud for such nationalists 🙏🏼
ટિપ્પણીઓ