TRUE STORY
મહીસાગર એક રળિયામણો જિલ્લો છે..અહીં આકર્ષણમાં કુદરતી સૌંદર્ય છે..વનરાજી છે..ઝરણાં છે,ધોધ છે,મનમોહક ટેકરીઓ છે...હમણાં થોડાક સમય પહેલાં અહીં વાઘ દેખાયેલો અને આખા ગુજરાતમાં રોમાંચ વ્યાપી ગયો હતો..મહીની કોતરોએ જાણે આખા ગુજરાતને કહયું હતું કે ,ટાઇગર અભી જિન્દા હૈ!
પરંતુ અહીંની સાચી ઓળખ એ શિક્ષણ છે..સરકારી નોકરી કરનાર ઘેર ઘેર જોવા મળે. અહીંના શિક્ષકો તમામ જિલ્લાઓમાં દેખાય..મહેનતકશ એવા અહીંના માણસોએ ભણતરનું મૂલ્ય સારી રીતે જાણ્યું છે. ઘણા શ્રેષ્ઠ શિક્ષકો અને અધ્યાપકોની આ ભૂમિ છે...એક જમાનામાં ગુજરાતી ભાષાના મહાકવિ ન્હાનાલાલને ભણાવનાર વિદ્વાન ગુરૂ કાશીરામ દવે લુણાવાડાના હતા..પરંતુ હમણાં યુ. પી.એસ. સી.નું જે રિઝલ્ટ આવ્યું એણે મહીસાગરની આ ઓળખને ચાર ચાંદ લગાવી દીધા છે...
લુણાવાડા તાલુકાનું એક નાનું સરખું ગામ છે પાલ્લા કોઠંબા..એમાં વસતા એક દલિત રોહિત પરિવારનો તેજસ્વી યુવાન જયેશ મકવાણા સમગ્ર ભારતમાં લાખો ભરતીના મામલતદાર તરીકે કામ કરે છે..હોંશિયાર વિવેકી અને મહેનતુ એવા જયેશે નોકરીની સાથે સાથે આ સિધ્ધિ પ્રાપ્ત કરી છે..એ ભવિષ્યનો કલેકટર કે કમિશનર છે...એક સામાન્ય પરિવારના યુવાનની આ સફળતા ફકત મહીસાગર જિલ્લા માટે નહીં પરંતું આખા ગુજરાત માટે ગૌરવ લેવા જેવી ઘટના છે....જયેશની સંઘર્ષકથા પણ જાણવા જેવી છે..
વણાકબોરી એ મહી નદી ઉપરનો આડબંધ છે..જયેશના પિતા ત્યાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા..છ સભ્યોનું કુટુંબ..જયેશ સહુથી મોટો..ભણવામાં તેજસ્વી એટલે પિતાએ કઠલાલ જે એન.વી. હાઇસ્કુલમાં ભણવાની વ્યવસ્થા કરી આપી..બારમા ધોરણ પછી સુરેન્દ્રનગર સી.યુ.શાહ કોલેજમાં દાખલ થયો..એ પી.જે અબ્દુલ કલામનું"wings of fire " પુસ્તક એણે દિલથી વાંચ્યું છે..નેલ્સન મંડેલાનો સંઘર્ષ એનો પ્રેરણાસ્ત્રોત છે..
એ કોલેજના બીજા વરસમાં હતો ત્યાંજ પિતાનું અચાનક મૃત્યુ થયું..પણ એ ડગ્યો નહીં..ECમાં ડીગ્રી મેળવી..સતત સંઘર્ષ એ જાણે એનો મુદ્રાલેખ હતો..એણે એ પછી પણ એમ.ટેક.કર્યું દિલ્હીથી...પરિવારની જરૂરિયાત અને નાનાં ભાઇબહેનોના ભવિષ્ય માટે BSNLમાં નોકરી સ્વીકારી..નાનાભાઇને મદદ કરી..એનાં લગ્ન કરાવી આપ્યાં..કુટુંબને સ્થિરતા આપી એણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા હામ ભીડી.. અને 2018માં એ ડાયરેક્ટ મામલતદાર તરીકે જી.પી.એસ.સી.દ્રારા પસંદગી પામ્યો..એક સાધારણ દલિત પરિવારના યુવક તરીકે આ કોઇ નાનીસુની સિધ્ધિ ન હતી..પરંતું જયેશને હજુ સંતોષ ન હતો...
હમણાં છ એક માસ પહેલાં એની નિમણૂક અમારી કચેરીમાં થઇ હતી..હાજર થતાંની સાથે જ અમે જોયું તો એણે UPSC મેઇન કલીયર કરી હતી અને મૌખિક ઇન્ટરવ્યુની તડામાર તૈયારીમાં હતો..સાથે જ નોકરીની પણ જવાબદારી..અને આખરે એણે એ મુકામ હાંસલ કરી લીધો..જયેશ મીતભાષી છે..ઓછું બોલે છે..મહેનતુ છે..વિવેકી અને સંવેદનશીલ છે.એની સામે લાંબી કારકિર્દી છે..મહીસાગર માટે આ એક અત્યંત ગૌરવશાળી ઘટના છે..જયેશ મકવાણાને દિલથી અભિનંદન પાઠવીએ...
રમેશભાઇ ઠક્કર (Residential additio
nal collector) Mahisagar
As
As
ટિપ્પણીઓ